ભરૂચ: મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતી નિમિતે સ્ટેચ્યુ પાર્ક સ્થિત તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા

મહાત્મા ફૂલેની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ સંગઠનો દ્વારા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
  • આજે જ્યોતિરાવ ફુલેની જન્મજયંતિ

  • ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા

  • ભરૂચમાં પણ કાર્યક્રમનું આયોજન

  • સ્ટેચ્યુ પાર્ક સ્થિત પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા

  • બામસેફ-ઇન્સાફ સંગઠનના આગેવાનો જોડાયા

Advertisment
મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ સંગઠનો દ્વારા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે આજે મહાત્મા જયોતિરાવ ફૂલેની જન્મ જયંતી નિમિત્તે બામસેફ-ઇન્સાફ-BMG સંગઠન અને આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ, મહાસચિવ બામસેફ ગુજરાત શાંતિલાલ રાઠોડ,બામસેફ પ્રમુખ ભરૂચ મનિષ પરમાર,ઇન્સાફ સંગઠન રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર, સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રીતોએ મહાત્મા ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના સમાજ સુધારક કાર્યો, શૈક્ષણિક પ્રવૃતિઓ અને સમતાના સંદેશને યાદ કર્યો હતો.
Advertisment
Latest Stories