-
રૂંગટા વિદ્યાલય ખાતે વિશ્વ કલા દિવસની ઉજવણી કરાય
-
"સંસ્કૃતિના રંગોની ઉજવણી" વિષયક કાર્યક્રમનું આયોજન
-
ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી
-
ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવાય
-
શાળાના ટ્રસ્ટી, આચાર્ય સહિત કલાપ્રેમીઓની ઉપસ્થિતિ
ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત રૂંગટા વિદ્યાલય ખાતે વિશ્વ કલા દિવસ નિમિત્તે "સંસ્કૃતિના રંગોની ઉજવણી" વિષયક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની શૈક્ષણિક સંસ્થા રૂંગટા વિદ્યાલયમાં વિશ્વ કલા દિવસ નિમિત્તે "સંસ્કૃતિના રંગોની ઉજવણી" વિષયક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ પ્રસંગે ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવતું વિખ્યાત કલા પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 6થી 8ના ઉત્સાહી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો.
જેમાં વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓની વિવિધ કૃતિઓ દ્વારા ભારતીય કલાની સમૃદ્ધ પરંપરાને જીવંત બનાવવાનું કામ કર્યું હતું. દરેક કૃતિ પાછળનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદેશ પણ પ્રદર્શન દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રૂંગટા, આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા સહિતના અનેક કલાપ્રેમીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ હાજરી આપી ઉત્સાહજનક પ્રદર્શનને નિહાળી વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.