ભરૂચ: વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સરકારી અધિકારી-કર્મચારીઓએ અવશ્ય રક્તદાનના શપથ ગ્રહણ કર્યા

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે અધિક કલેક્ટર  એન.આર.ધાધલના અધ્યક્ષ સ્થાને, વહિવટી અધિકારી, કર્મચારીઓએ રક્તદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. 

blood donation
New Update
‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણીનો મુખ્ય આશય લોકોને રકતદાન માટે જાગૃત કરવાનો છે. રકતદાનથી કેટલાંય લોકોને નવજીવન આપી શકાય છે. ત્યારે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે અધિક કલેક્ટર  એન.આર.ધાધલના અધ્યક્ષ સ્થાને, વહિવટી અધિકારી, કર્મચારીઓએ રક્તદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. 

‘વિશ્વ રક્તદાતા દિવસ’ નિમિત્તે ભરૂચના કર્મયોગીઓએ જે શપથ ગ્રહણ કર્યા છે, તે અક્ષરશઃ આ મુજબ છે

'હું ગુજરાતનો રહેવાસી ૧૪ મી જુન ‘વિશ્વ રક્તદાતા દિવસ’ ના દિને, શપથ લઉં છું કે, હું મારુ રક્ત નિયમિત રૂપે દાન કરીશ. ભારતની વિશાળ રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હું પણ વચન આપુ છું કે મારા પરિવાર, મિત્રો, સગા, સંબંધીઓ, સહયોગીઓ અને જનતાને નિયમિત સ્વૈચ્છિક રક્તદાનની આવશ્યકતા વિશે લોકોમાં જાગૃકતા ફેલાવવાના પ્રયત્નો કરીશ. આની સાથે એ પણ વચન આપું છુ કે જ્યારે કોઇને પણ રક્તની જરૂરિયાત પડશે, હું મારા ખર્ચ પર કોઇ પણ લોભ, લાલચ વગર, જાતિ અને ધર્મના ભેદભાવથી મુક્ત થઇને રક્તદાન કરીશ.
#અવશ્ય રક્તદાનના શપથ ગ્રહણ #કર્મચારી #સરકારી અધિકારી #વિશ્વ રક્તદાતા દિવસ #ભરૂચ
Here are a few more articles:
Read the Next Article