ભરૂચ: વિશ્વ ટી.બી.દિવસ નિમિત્તે 55 ગ્રામપંચાયતોને ટી.બી.મુક્ત જાહેર કરાય, સરપંચોને સન્માનિત કરાયા

ભરૂચ જિલ્લા પંચાયતના ટી.બી.વિભાગ દ્વારા આજરોજ વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચાયત જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી હતી.

New Update
  • આજે તા.24 માર્ચ વિશ્વ ટી.બી.દિવસ

  • ઠેર ઠેર કરવામાં આવી ઉજવણી

  • ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા યોજાયો કાર્યક્રમ

  • 55 ગ્રામપંચાયતોને ટી.બી.મુક્ત જાહેર કરાય

  • સરપંચોનું કરવામાં આવ્યું સન્માન

ભરૂચ જિલ્લા પંચાયતના ટી.બી.વિભાગ દ્વારા આજરોજ વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંચાયત જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી હતી.

તારીખ 24 માર્ચને સમગ્ર વિશ્વમાં ટી.બી. દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1882થી ટીબી દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના ટી.બી. વિભાગ દ્વારા આજરોજ ટી.બી. દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટીબી મુક્ત પંચાયત અભિયાન અંતર્ગત જિલ્લાની 55 જેટલી ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવી છે. 6 માપદંડોના આધારે આ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરાય છે ત્યારે આ પંચાયતોના સરપંચને પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા.ભરૂચ જિલ્લામાં દર મહિને 1000 જેટલા પેશન્ટને ટીબી કીટનું પણ વિતરણ કરવામાં આવે છે.આ પેશન્ટોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લામાં કુલ 2984 જેટલા ટી.બી.ના દર્દી  નોંધાયા હતા જેને કયોર કરવામાં તંત્રએ સફળતા મેળવી છે.આવનારા સમયમાં ભરૂચ જિલ્લો ટી.બી.મુક્ત બને તે અંગેના પ્રયાસો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ટી.બી. ઓફિસર વાય.એમ. માસ્ટર સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories