ભરૂચ: NH 48 પર જુના સરદારબ્રિજની રેલીંગનો એક તરફનો ભાગ ધરાશાયી, બ્રિજ વાહનવ્યવહાર અર્થે બંધ કરાયો !

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ ગયો છે જેના પગલે તેને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો

New Update
  • ભરૂચ નજીક નેશનલ હાઇવેનો બનાવ

  • જુના સરદાર બ્રિજની રેલિંગનો ભાગ ધરાશાયી 

  • બ્રિજ વાહનવ્યવહાર અર્થે બંધ કરાયો

  • અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

  • બ્રિજ ઘણા સમયથી છે જર્જરીત હાલતમાં

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ જુના સરદાર બ્રિજની એક તરફની રેલિંગનો ભાગ ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ ગયો છે જેના પગલે તેને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો અને બાઈક સહિતના નાના વાહનો બ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા પરંતુ ગતરોજ રાત્રિના સમયે એકાએક જ બ્રિજની રેલીનો એક તરફનો ભાગ ધરાસાઈ થઈ ગયો હતો જેના પગલે દોડધામ પામી હતી.આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બ્રિજને વાહન વ્યવહાર અર્થે બંધ કરી દેવામાં આવ્યો હતોમઅત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્રિજ અત્યંત જર્જરી હાલતમાં થઈ ગયો હતો જેના વિકલ્પના ભાગરૂપે કેબલ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું જેના પરથી હાલ દિલ્હી મુંબઈ વચ્ચેનો વાહન વ્યવહાર પસાર થાય છે.

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.