ભરૂચ: રાજપારડી પોલીસ મથકના ચોરીના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપીની પેરોલ ફર્લો સ્કોડની ટીમે કરી ધરપકડ

ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ.એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ  ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા અલીરાજપુર

New Update
bharuhc pilicea
ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ.એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ  ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ તપાસમાં ગઇ હતી અને ત્યાં જઇ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે રાજપારડી પોલીસ મથકના ચોરીના ગુનાના કામે નાસતા ફરતા આરોપી ભાવસીંગ રેસલભાઇ રાઠવા (બામણીયા) રહે.ઘયણા તા. જી.અલીરાજપુરની તા.૨૬/૦૧/૨૦૨૫ નારોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના કઠીવાડા તાલુકાના ઘયણા ગામેથી ધરપકડ કરી હતી અને તેને રાજપારડી પોલીસને સોંપવામાં આવ્યો છે.આરોપી છેલ્લા 8 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે
Advertisment
Latest Stories