New Update
/connect-gujarat/media/media_files/2025/02/21/8k3cX7qnVu5Kz5eLoDua.jpg)
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે દહેજ મરીન પોલીસ મથકના અદાણી કપનીમાંથી કોલસો બારોબાર સગેવગે કરી ખોટી બીલ્ટી બનાવી છેતરપીંડી કરવાના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપીને તેલંગાણા રાજય ખાતેથી ઝડપી પાડ્યો હતો
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પી.એસ.આઈ એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ મરીન પોલીસ મથકની હદમાં અદાણી કપંનીમાંથી કોલસો ભરી બારોબાર સગેવગે કરી ખોટી બીલ્ટી બનાવી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો આરોપી હાલ તેલંગાણા રાજયના કરીમનગર જીલ્લામાં માનાકોન્દુર તાલુકા ખાતે ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને માનાકોન્દુર તાલુકાની દિલીપ બીલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડમાં રહેતો નકક્ષેદ રામપ્રતાપ સાકેતને 19મી ફેબ્રુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો.
Latest Stories