ભરૂચ : ટોલટેક્સ ખાતે ધંધો કરતાં લોકો માથે તૂટ્યું આભ, આપ પાર્ટીએ આપ્યું આવેદન

ટોલટેક્સ પાસે ખારી સિંગ ચણા અને ચા નાસ્તો વેચીને ઘર ગુજરાન  ચલાવતા લોકોને શનિવારના રોજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આવી અને બે દિવસમાં ગલ્લા બંધ રાખવાનું કહી ગયા હતા

New Update

ટોલટેક્સ ખાતે રોજગાર કરતાં લોકો માટે મુશ્કેલી

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવાયું

રોજગારી બંધ થતાં ધંધાર્થી ચિંતામાં

આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

વૈકલ્પિક જગ્યા આપવા માટે કરાય માંગ



ભરૂચ ટોલટેક્સ ખાતે ધંધો રોજગાર કરતા લોકો માટે યોગ્ય જગ્યા ફાળવી આપી રોજગારી આપવા બાબતે આમઆદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. ભરૂચ ખાતે આવેલ ટોલટેક્સ પાસે ખારી સિંગ ચણા અને ચા નાસ્તો વેચીને ઘર ગુજરાન  ચલાવતા લોકોને શનિવારના રોજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આવી અને બે દિવસમાં ગલ્લા બંધ રાખવાનું કહી ગયા હતા અને તે મુજબ તમામ લોકોએ લારી ગલ્લા બંધ પણ રાખ્યા હતા પરંતુ ગઈકાલે અચાનક જ તમામ લોકો ઘરે હતા એ દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ટ્રેક્ટર અને મજૂરો સાથે આવી તમામ લોકોની ગેરહાજરીમાં તમામ લોકોના વરસાદથી બચવા તાડપત્રી મારી હતી કે તમામ તાડપત્રી અને ઝુંપડા ઉઠાવી અને ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા હતા.

આ ઘટનાની જાણ લારી ગલ્લાવાળાઓને થતા તેમના માથે આભ ફાટી પડ્યું હતું. નજીવી રોજગારી મેળવીને પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બની જવા પામ્યા હતા, જે બાબતની રજૂઆત આજરોજ આમ આદમી પાર્ટીના માર્ગદર્શન હેઠળ લારી ગલ્લા ધારકો દ્વારા ભરૂચ કલેકટરને કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે ટોલટેક્સની બાજુમાં કોઈક વૈકલ્પિક જગ્યા આપી લારી ગલ્લા ધરાવનાર લોકોને રોજગારી પુરી થઈ શકે જેથી પોતાનું જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી ન પડે તેવી માંગ કરી હતી.

#નેશનલ હાઇવે ઓથોરિટી #ભરૂચ #ટોલ ટેક્સ #Bharuch AAP #આવેદનપત્ર #AvedanPatra
Here are a few more articles:
Read the Next Article