New Update
/connect-gujarat/media/media_files/xykof4GlmtBcyBzozcVy.jpg)
ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચથી દહેજને જોડતા માર્ગ પરથી આજે સવારના સમયે પેટ્રોલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક ટેન્કરના ચાલકને ઝોકુ આવી જતા ટેન્કર પલટી ગયું હતું. જેના કારણે દોડધામ મચી જવા પામી હતી.અકસ્માતના કારણે દહેજ રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા સવારના સમયે દહેજ નોકરી અર્થે જતા નોકરિયાતોની બસ અને વાહનો ટ્રાફિક જામમાં અટવાયા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ક્રેનની મદદથી ટેન્કરને માર્ગની બાજુ પર ખસેડવામાં આવ્યું હતું. કોઈ જાન હની થઈ ન હતી