ભરૂચ :પોલીસ ભરતી માટે શારીરિક કસોટી યોજાશે,તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ

ગુજરાત પોલીસમાં 12,472 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં 15 અલગ અલગ ગ્રાઉન્ડ પર આવતી કાલે 8મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી શારીરિક

New Update

ગુજરાત પોલીસમાં 12,472 જગ્યા પર યોજાશે ભરતી પ્રક્રિયા

રાજ્યમાં 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી યોજાશે

ભરૂચ પોલીસ દ્વારા પણ કરાઈ પૂરતી વ્યવસ્થા

જિલ્લા પોલીસ અધિક્ષકે તૈયારીનું કર્યું નિરીક્ષણ

શારીરિક કસોટી દરમિયાન મેડિકલ ટીમ પણ રહેશે તૈનાત

ગુજરાત પોલીસમાં 12,472 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં 15 અલગ અલગ ગ્રાઉન્ડ પર આવતી કાલે 8મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે.જેની તમામ તૈયારીઓને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવ્યો છે.આવતી કાલે વહેલી સવારથી ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટસમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતી પ્રક્રિયા યોજાનાર છે.જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશનદોડઊંચાઈ,વજન,છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારો આપનાર છે.આજ રોજ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા બનાવેલા 384.61 મીટરના ગ્રાઉન્ડમાં ભરતીમાં આવનાર ઉમેદવારોએ તેના 25 મિનિટમાં 13 રાઉન્ડ લગાવીને 5 હજાર મીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે.જેમાં આવતીકાલે પ્રથમ દિવસે અંદાજીત 700 ઉમેદવારો આવનાર છે,બીજા દિવસે 1200 અને ત્રીજા દિવસે 1600 ઉમેદવારોની શારીરિક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.આ કામગીરી માટે અધિકારીઓ અને પોલીસકર્મીઓ થઈને કુલ 108 ગ્રાઉન્ડ માટે અને 35 ગ્રાઉન્ડ બહાર ફરજ બજાવશે.

પોલીસ દ્વારા મેડીકલ ટીમ,એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. આ સિવાય બહારથી આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા સરદાર બેરેકમાં પણ તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે