New Update
ભરૂચના જંબુસરના નોંધાણા ગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ મામલામાં પોલીસે કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે તો ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલ દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી છે
ભરૂચના જંબુસર તાલુકાના નોંધણા વલીપોર ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે કોતરવગામાં કાંટાળી વાડ તોડવા બાબતે હિંસક અથડામણ થઇ હતી.જેમાં મારક હથિયારો ઉછળવાની સાથે ગોળીબાર પણ થયો હતો. બંને જૂથના મળી ચાર લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે જંબુસર ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ગોળીબારની ઘટનાની ગંભીરતા પારખી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. વેડચ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી
ત્યારે આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ અને વેડચ પોલીસે બન્ને પક્ષના કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓ પાસેથી થાર કાર, બાઇક, મોબાઇલ અને ડાંગ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ધિંગાણામાં ફાયરિંગ માટે વપરાયેલા દેશી બનાવટની પિસ્તોલ, 3 ખાલી કેચિસ અને 1 જીવતો કારતુસ પણ કબજે લેવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે