New Update
/connect-gujarat/media/media_files/2026/01/02/ajivan-ked-2026-01-02-14-11-48.jpg)
ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર બળાત્કાર ગુજારવાના ગંભીર મામલામાં દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે પરણિત પ્રેમિકાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનાર આરોપી અલ્તાફહુસેન અબ્દુલ રહેમાન દીવાનને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
કેસની વિગત મુજબ આરોપીએ સગીર બાળકી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું તેમજ તેને વેચી દેવાનું કાવતરું પણ ઘડાયું હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આ અમાનવીય ઘટનાથી બાળકી પર ગંભીર માનસિક અને શારીરિક અસર પડી હતી.પીડિત બાળકી દ્વારા સમગ્ર ઘટનાની જાણ તેની ફોઈને કરાતા, મામલો 24 માર્ચ 2019ના રોજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
આ કેસમાં પીડિતા બાળકીની માતાને પણ આરોપી તરીકે ચાર્જશીટમાં સામેલ કરવામાં આવી હતી, જોકે ટ્રાયલ દરમિયાન પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તેણીને શંકાનો લાભ આપી મુક્ત કરી હતી.સરકાર પક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ પી. બી. પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. પુરાવા, સાક્ષીઓ અને તબીબી અહેવાલોને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો અને કડક સજા ફટકારી હતી.
Latest Stories