New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ દ્વારા આયોજન
રાત્રી બિફોર નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
ભરૂચમાં પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ દ્વારા રાસ રંગ – રાત્રી બીફોર નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 160થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. ભરૂચ શહેરમાં પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ કસક તથા ઝાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે “રાસ રંગ રાત્રી – બીફોર નવરાત્રી” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો હેતુ શાળાના નાના બાળકોને ભારતીય પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનો તેમજ પરિવાર સાથે તહેવારી માહોલનો અનોખો અનુભવ કરાવવાનો હતો.આ પ્રસંગે કસક શાખાના આચાર્ય હિરલબેન પટેલ, ઝાડેશ્વર શાખાના આચાર્ય હેમલતાબા રાઉલજી તથા વિશેષ જજ તરીકે આકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં 160થી વધુ નાના ભૂલકાંઓએ પોતાના માતા-પિતા તથા પરિવારજનો સાથે અંબાની આરાધના કરી હતી.