ભરૂચ: અસામાજિક પ્રવૃત્તિને ડામવા પોલીસ એક્શનમાં, ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિગની કામગીરીથી ગુંડા તત્વોમાં ફફડાટ

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ- અંકલેશ્વર અને જંબુસરમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ  ગુનાઇત

New Update
ભરૂચ પોલીસ એકશનમાં
ભરૂચ અંકલેશ્વર જંબુસરમાં આયોજન.
ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિગ કરાયુ
ગુનાઈત પ્રવૃત્તિ કરનાર ઇસમોની કડક પૂછતાછ
પોલીસના ઘાડેધાડા ઉતર્યા
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ- અંકલેશ્વર અને જંબુસરમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ  ગુનાઇત ઇતિહાસ ધરાવનાર ઇસમોની કડક પૂછપરછ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના બાદ એકશનમાં આવી રાજ્યમાં આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસમાજીક તત્વોની યાદી તૈયારી કરી છે જ્યારે વધુમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સોમવારની રાત્રિના ભરૂચ શહેર વિસ્તારમાં આવતા એ,બી અને સી ડિવીઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકીંગ સાથે ગુનાહીત ભૂતકાળ ધરાવતા ઈસમોને તેમની હાલની કામગીરી અંગેની કડક પૂછતાછ કરી તેની માહિતી મેળવી હતી.જેમાં એ ડીવીઝન પોલીસ મથકમાં ડીવાયએસપી સી.કે.પટેલની હાજરીમાં પીઆઈ વી.યુ. ગડરિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકીંગ અને દારૂ અને બીજા અન્ય ગુનાઓમાં સામેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોની પણ પૂછતાછ કરી હતી.જ્યારે બી ડિવીઝન પોલીસ મથકમાં હેડ ક્વાર્ટર ડીવાયએસપી એમ.એમ.ગાંગુલી અને પીઆઈ વી.એસ.વણઝારાએ બી ડિવીઝન પોલીસ મથકથી વેજલપુર, બંબાખાના, પીરકાંઠી, કાતોપોર બજાર થઈને ફુરજા બંદર સુધી ફુટ પેટ્રોલિંગ યોજ્યું હતું.પોલીસે દ્વારા ભૂતકાળમાં ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોની પૂછતાછ કરી તેમની વિગતો મેળવી હતી.પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વો બેફામ બનતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ તરફ જંબુસરમાં પણ રાજ્યના પોલીસવાળા ના આદેશના પગલે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જંબુસર વિભાગીય પોલીસ વડા પી.એલ.ચૌધરી,પી.આઈ.વીએ પાણમીયા. પીએસઆઇ સહિત પોલીસનો મોટો કાફ્લો 
જોડાયો આ કામગીરીમાં જોડાયો હતો જેમાં જંબુસરના વિવિધ ભરચક વિસ્તારોમાં પોલીસે ફ્રૂટ પેટ્રોલિંગ કર્યું હતું.પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવનારા તત્વોને બોલાવીને તેમને પૂછતાછ કરી હતી.જંબુસર પોલીસે તમામ ચોકડીઓ પર વાહન ચેકિંગની પણ કાર્યવાહી કરી હતી.જંબુસરમાં  અસામાજિક તત્વો કોઈપણ જાતના કૃત્ય ન કરે તેના માટે પોલીસ દ્વારા કડકાયથી કાર્યવાહી કરવામાં આવી રહી છે
ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને નાઈટ કોમ્બિંગnu આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક, બી ડિવિઝન પોલીસ મથક તેમજ જીઆઇડીસી પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુનાઇત ભૂતકાળ ધરાવતા ઈસમોની કડક પૂછતાછ કરવામાં આવી હતી સાથે જ વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર ડી.વાય.એસ.પી.ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. બિ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ અને જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇની હાજરીમાં પોલીસકર્મીઓએ આખા વિસ્તારને ધર્મોળ્યો હતો. ખાસ કરીને  પર પ્રાંતીય વસાહતોમાં પોલીસ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી હતી અને અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
Read the Next Article

ભરૂચ: અપનાઘર સોસા.માં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો, નગરપાલિકા પ્રશ્નનું નિરાકરણ લાવે એવી માંગ

ભરૂચ અપનાઘર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.

New Update
  • ભરૂચની અપનાઘર સોસાયટીનો બનાવ

  • દુષિત પાણીના કારણે રહીશો પરેશાન

  • સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો

  • અધિકારીઓ પાણીના નમૂના લઈ જતા રહ્યા

  • હજુ સુધી પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં

ભરૂચ નગર સેવા સદનની હદમાં આવેલ આપના ઘર સોસાયટીમાં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશો હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે જેના કારણે સોસાયટીમાં માંદગીનું પ્રમાણ વધ્યુ છે.આ અંગે સ્થાનિકો નગરપાલિકામાં વારંવાર રજુઆત કરી હોવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.સ્થાનિક મનહરભાઈના જણાવ્યા અનુસાર અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ તો લેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી અને નળમાંથી ગંદુ પાણી આવવાનું હજુ પણ યથાવત જ છે.