ભરૂચ: શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ અટકાવવા પોલીસની વિશેષ ડ્રાઇવ

ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કોલેજ નજીક તમાકુની પ્રોડક્ટનું

New Update
ભરૂચ પોલીસ દ્વારા યોજાય વિશેષ ડ્રાઇવ
નશાયુક્ત પદાર્થોનું વેચાણ અટકાવવા ડ્રાઇવ યોજાય
29 ટીમમાં 145 પોલીસકર્મીઓ જોડાયા
તમાકુનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી
છેડતીના બનાવો ન બને એ માટે પણ તકેદારી
ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કોલેજ નજીક તમાકુની પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી ટોબેકો એકટ હેઠળ રૂપિયા ત્રણ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારી તથા પોલીસ 145 કર્મચારી સાથે અલગ અલગ કુલ-૨૯ ટીમો બનાવી  નશાકારક દ્રવ્યોના વેચાણવાળા વિસ્તારમાં આવેલ શાળા, કોલેજો પર સતર્કતા રાખી અસરકારક કામગીરી કરવામાં આવી હતી.  કોલેજ, હાઇસ્કુલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત  શાળા, કોલેજો નજીક ક્રાઇટ એરીયામાં આવતા પાન-બીડીના ગલ્લાઓ ઉપર બીડી, સિગારેટ, ગુટખા જેવી તમાકુ પ્રોડકટનુ વેચાણ જણાઇ આવતા વેપારીઓ પાસેથી ટોબેકો એકટ મુજબ રૂ.13 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.શાળા-કોલેજોની આસપાસ વિદ્યાર્થીઓની છેડતીના કોઇ બનાવો ન બને તે માટે તકેદારીરૂપે પણ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories