New Update
ભરૂચ પોલીસની કાર્યવાહી
ડ્રગસના જથ્થાનો નાશ કરાયો
દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો
રૂ.6.11 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ
ભરૂચ પોલીસ દ્વારા રૂ.6.11 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 37 ગુનામાં ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા NDPSના મુદ્દામાલનો નિકાલ કરવાની મળેલી સુચનાના આધારે ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 14 પોલીસ મથકના 37 ગુનામાં ઝડપાયેલા રૂ.6.11 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ પકડાવવાના સૌથી વધુ 7 કેસ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયા હતા.
Latest Stories