આંનદ,ઉલ્લાસની છોળો વચ્ચે આસ્થા તેમજ શ્રદ્ધાભેર ભરૂચમાં શ્રીજીનું વિસર્જન સંપન્ન થાય તે માટે ભરૂચમાં 3317 પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવાયો છે. વિસર્જનમાં 1 એસ.આર.પી. કંપની, ડ્રોન, બોડી વૉર્મ કેમેરા, વિડીયો ગ્રાફી સાથે બંદોબસ્ત કાયદો-વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે.
ભરૂચમાં 5 ડીવાયએસપી, 35 પી.આઈ, 66 પી.એસ.આઈ, 1202 પોલીસ જવાનો, 650 હોમગાર્ડ, 1214 જીઆરડીના જવાનો ખડેપગે તૈનાત રહી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવશે. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદી કિનારે વિસર્જન ન કરાઇ તે માટે પણ પોલીસ તહેનાત રહેશે. તાજેતરમાં જ કોમી અથડામણની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક બની છે અને વિવિધ મંડળોની વિસર્જન યાત્રા સુપેરે પાર પડે, કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ કટિબદ્ધ બની છે.