ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોટલોના માલિકો અને સંચાલકો સાથે ૩૧ ડિસેમ્બરની રાત્રી પ્રોગ્રામ અંગે સાવચેતીના પગલાં અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની રાત્રે વિવિધ સ્થળોએ આવનાર નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પી.એસ.આઈ.ની અધ્યક્ષતામા નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનની હદમાં આવતી તમામ હોટલો અને રેસ્ટોરન્ટના માલોકો અને સંચાલકો સાથે એક મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં ૩૧મી ડિસેમ્બરની રાત્રીએ થતા નવા વર્ષના સ્વાગત કાર્યક્રમોમાં શાંતિભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવા ઉપર ભાર અપાયો હતો. આ સમય દરમ્યાન જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે, ઈસમ જણાય તો તાત્કાલિક જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું હતું.