ભરૂચ: તા.૨૩ થી ૨૫ જૂન સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાશે

ભરૂચ જિલ્લામાં તા.૨૩ જૂન થી ૨૫ જૂન ૨૦૨૪ સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૨,૪૫,૩૯૫ બાળકોને પોલિયો રસી આપીને સુરક્ષિત કરાશે.

_કમિટીની બેઠક  (1).jpeg
New Update

ભરૂચ જિલ્લામાં આગામી તા.૨૩/૦૬/૨૦૨૪ રવિવારના રોજ પલ્સ પોલીયોનો નેશનલ ઇમ્યુનાઝેશનના 3 (NID) રાઉન્ડ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં તા.૨૩ જૂન થી ૨૫ જૂન ૨૦૨૪ સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ૦ થી ૫ વર્ષના કુલ ૨,૪૫,૩૯૫ બાળકોને પોલિયો રસી આપીને સુરક્ષિત કરાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક મળી હતી. જેમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાનાએ આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યા હતા.વધુમાં, ભરૂચ જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને તા.૨૩ જૂન ના રોજ પોલીયો બુથ પર જઈ બાળકોને પોલીયો પીવડાવી કાર્યક્રમમાં ભાગ લેવા જિલ્લા કલેક્ટર દ્વારા  અનુરોધ કરવામાં આવ્યો હતો. 
#પોલિયો રસીકરણ #અભિયાન #ભરૂચ #નેશનલ ઇમ્યુનાઝેશન
Here are a few more articles:
Read the Next Article