પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી
આમોદ પોલીસ મથકમાં રક્ષાબંધન પર્વની કરી ઉજવણી
કુમકુમ તિલક અને મીઠાઈ ખવડાવીને બાંધી રાખડી
પોલીસજવાનોને રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા
પોલીસ જવાનોએ બહેનોની રક્ષાની આપી ખાતરી
ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનોએ પોલીસભાઈઓને રક્ષાસૂત્ર બાંધીને રક્ષા બંધનની આગવી ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકે આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારીની બહેનો દ્વારા ભાઈ - બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આમોદ પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી,પોલીસ ઇન્સ્પેકટર રાજુ કરમટીયા સહિત પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપાળે કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવીને હાથ પર રાખડી બાંધી હતી.
આ પ્રસંગે પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી.આમોદ પોલીસ મથકે પ્રજાપિતા બ્રહ્મા કુમારી સરભાણ કેન્દ્રના સંચાલિકા પ્રીતિબેને સૌ પોલીસ મિત્રોને રાખડી બાંધી હતી.આ પ્રસંગે જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારતભરમાં તેમજ વિશ્વના 140 દેશોમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિનું આ પર્વ છે.અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ વધે અને પવિત્રતાનું મહત્વ સમજાય તે ભાવથી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.રક્ષાબંધન પર્વએ ભારતીય પરંપરા સાથે જોડાયેલું પર્વ છે.જે પરસ્પર પ્રેમ વરસાવે છે.ભાઈ બહેનને પવિત્ર સ્નેહે બાંધવાનું આ પર્વ છે.ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય તે માટે આ પર્વ ઉજવવામાં આવે છે.