ભરૂચ જિલ્લા ભાજપની નવી ટીમ
સંગઠનનના હોદ્દેદારોના નામની જાહેરાત
8 ઉપપ્રમુખ 3 મહમંત્રીના નામની જાહેરાત
કહી ખુશી કહીં ગમનો માહોલ, સંગઠનમાં કુલ 48 હોદ્દેદારો
ભરૂચ જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખોના નામની જાહેરાત કરાય છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સંગઠનની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. નવી ટીમમાં કુલ 48 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પદો પર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
જાહેર થયેલી યાદી મુજબ જિલ્લામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની વરણી કરવામાં આવી છે. સાથે સાથે ભાજપના વિવિધ મોરચાઓના પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે.મહામંત્રીના મહત્વના હોદ્દા માટે ભરૂચ શહેર સંગઠનના જીગ્નેશ મિસ્ત્રી, અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના પરેશ પટેલ અને વાગરા વિસ્તારના નરેન્દ્રસિંહ પરમારના નામોની જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા સંગઠનની ટીમ જાહેર થતાં જ કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટલાક કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો કેટલાકમાં અસંતોષ પણ જોવા મળ્યો હતો.આ તરફ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી બદલાશે તેવી ચર્ચાઓ વચ્ચે નવી ટીમની જાહેરાત કરવામાં આવતા રાજકીય ક્ષેત્રે ચહલ પહલ જોવા મળી છે. ભાજપની નવી ટીમમાં પ્રમુખ પ્રકાશ મોદીની નિકટતા ધરાવતા આગેવાનોને જ સ્થાન મળ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે.