સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલની કાળી કરતૂત
શાળાની વિદ્યાર્થીનીની લૂંટી લાજ
પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસ ચોપડે નોંધાઈ ફરિયાદ
પોલીસે પોક્સો અને બળાત્કારનો ગુન્હો કર્યો દર્જ
પોલીસ ફરિયાદ બાદ નરાધમ પ્રિન્સિપાલ ફરાર
ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યાના સંબંધ લજવાયા છે.શહેરની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની લાજ લૂંટી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ હતી.
ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વર્ષ 2022થી વર્ષ 2024 દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
બાળકી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતી હતી,ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી અયોગ્ય વર્તન કર્યું હતું. જે તે સમયે કિશોરીએ બદનામીના ડરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી. ડિસેમ્બર 2024માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ગેટ ટુ ગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી હતી.
ફાધર કમલેશ રાવલની હરકતો હવે હદ વટાવી જતા વિદ્યાર્થિનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. આ સમય દરમિયાન પ્રિન્સિપાલે કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા. આ તમામ માહિતી સાથે બાળકીનો પરિવાર પોલીસ પાસે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોકસો અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર ફરાર થઇ ગયા છે.