રેલ્વે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન
પશ્ચિમ રેલવે મજદૂર સંઘ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન
વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન
NFIR દ્વારા એક સપ્તાહ સુધી કરશે વિરોધ
રેલવે કર્મચારીઓ દ્વારા 15 માંગણીઓ કરાઈ
ભરૂચમાં પશ્ચિમ રેલવે મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.એક સપ્તાહ સુધી મજદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.
નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે દ્વારા ઓપીએસ સહિત પડતર 15 માંગણીઓને લઈ તારીખ-17મી માર્ચથી 24મી માર્ચ સુધી વિરોધ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભરૂચ દ્વારા આજરોજ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ મંડળના કાર્યાલય ખાતે રેલવેના કર્મીઓ એકઠા થઇ વિરોધ સપ્તાહમાં જોડાયા હતા.
યુનિફાઇડ પેન્શન સ્કીમની ખામીઓ દૂર કરવા સાથે જૂની પેન્શન સ્કીમની જેમ ગેરેન્ટેડ પેન્શન આપવા,રેલવે પોસ્ટના વિસ્તરણ પરનો પ્રતિબંધ હટાવીને નવી જગ્યાઓ પર ભરતી કરવા સહિત 15 જેટલી માંગણી કરવામાં આવી છે.