ભરૂચ: MBBSના અભ્યાસક્રમમાં તોતિંગ ફી વધારો, આપ દ્વારા વિરોધ નોંધાવાયો

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એંડ રિસર્ચ સોસાયટી દ્વારા પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ-2024-25 માટે સરકારી-સેલ્ફફાયનાન્સ,મેનેજમેંટ ક્વોટા માટે વાર્ષિક ફી-ધોરણમાં લગભગ 67 ટકાથી 88 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે..

New Update
આમ આદમી પાર્ટી ભરુચ જિલ્લા દ્વારા તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એંડ રિસર્ચ સોસાયટી દ્વારા તોતિંગ ફી વધારો રદ્દ કરવા મુદ્દે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું 
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી ભરુચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સહ સ્વનિર્ભર તબીબી કોલેજો શરૂ કરવામાં આવી છે.પરંતુ આ કોલેજોમાં તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એંડ રિસર્ચ સોસાયટી દ્વારા પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ-2024-25 માટે સરકારી-સેલ્ફફાયનાન્સ,મેનેજમેંટ ક્વોટા માટે વાર્ષિક ફી-ધોરણમાં લગભગ 67 ટકાથી 88 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
જેમાં જનરલ ક્વોટા માટે વાર્ષિક ફી રૂપિયા 5.50 લાખ અને મેનેજમેંટ ક્વોટા માટે ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે. આ વાર્ષિક ફી ગત વર્ષેમાં જોઈએ તો 3.30 લાખ જનરલ ક્વોટા અને મેનેજમેંટ ક્વોટામાં 9 લાખ લેવામાં આવી હતી જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ગણી ઓછી હતી લાગુ કરેલ ફી વધારાથી જનરલ ક્વોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBS ની લાયકાત ગત વર્ષે ૧૪.૮૫ લાખથી મેળવતો હતો તે ચાલુ વર્ષે એમ.બી.બી.એસ પૂર્ણ કરતાં 24.75 લાખ ચૂકવશે.જ્યારે મેનેજમેંટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ૪૦.૫૦ લાખથી મેળવતો હતો તે આ વર્ષથી વધીને એમ.બી.બી.એસ પૂર્ણ કરતાં ૭૬.૫૦ લાખ ચૂકવશે.ત્યારે આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ તબીબી ડિગ્રી મેળવી શકે તેવા નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
Latest Stories