ભરૂચ : ઝઘડિયાના ખડોલી ગામે પ્રિસાઈસ કોનકેમ કંપનીની લોક સુનાવણી યોજાય, સિલિકા પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ...

ઝઘડિયાના ખડોલી ગામે પ્રિસાઈસ કોનકેમ કંપનીની અંકલેશ્વર GPCBના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયા અને ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાય

New Update
  • ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે યોજાય લોક સુનાવણી

  • સિલિકા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી બાબતે લોક સુનાવણી

  • અસરગ્રસ્ત ગામોના સરપંચો-આગેવાનો ઉપસ્થિત રહ્યા

  • જાણ કર્યા વિના લોક સુનાવણી યોજાય હોવાનો આક્ષેપ

  • સિલિકા પ્લાન્ટને શરૂ નહીં કરવા બાબતે લોકોનો વિરોધ

Advertisment

 ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખડોલી ગામે સિલિકા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી બાબતે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામોના સરપંચો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખડોલી ગ્રામ પંચાયતની હદમાં ભૂડવા ખાડીના કિનારે પ્રિસાઈસ કોનકેમ પ્રાઇવેટ લિમિટેડ સિલિકા પ્લાન્ટની સ્થાપના બાબતે અંકલેશ્વર GPCBના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયા અને ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાય હતી.

જેમાં અસરગ્રસ્ત ગામોના સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાઅને ભવિષ્યમાં આ વિસ્તારના લોકોને સિલિકા પ્લાન્ટથી થનાર નુકસાનને ધ્યાને રાખી હાજર તમામ લોકો દ્વારા આ પ્લાન્ટ ન શરૂ કરવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સ્થાનિક આગેવાનોએ પ્રશ્ન ઉઠાવતા આ પ્લાન્ટ જે વિસ્તારમાં સ્થાપવામાં આવશેતે ગ્રામ પંચાયતની ગ્રામસભાના ઠરાવ વિના લોક સુનાવણી રાખવામાં આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. વધુમાં અસરગ્રસ્ત ગામોની કેટલીક પંચાયતોમાં જાણ કર્યા વિના લોક સુનાવણી યોજવામાં આવી હોવાનો જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફકાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસે પણ ખડેપગે ફરજ નિભાવી હતી.

Advertisment
Latest Stories