New Update
ભરૂચ શહેરમાં અનરાધાર વરસાદ
રાત્રિથી જ ધોધમાર વરસાદ ખાબક્યો
નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
સેવાશ્રમ રોડ- ફાંટાતળાવ વિસ્તારમાં પાણી
ભરૂચ શહેરમાં બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે
ભરૂચ શહેર અને જિલ્લામાં ગતરોજ મધ્યરાત્રીના સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ શહેરમાં વરસેલ 1 ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છેમ નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ભરૂચના મહત્વના ગણાતા સેવાશ્રમ રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા શહેરના સેવાશ્રમ રોડ પર આ જ પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થાય છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે છે વરસાદી પાણી ભરાય જાય છે જેનો ભોગ શહેરીજનોએ બનવું પડે છે.
બીજી તરફ ધોધમાર વરસાદ વરસતા શહેરના ડભોયાવાડ ફાટાતળાવ વિસ્તારમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ડભોયાવાડ વિસ્તારમાં ગટર ઉભરાતા પ્રદૂષિત પાણી માર્ગ પર વહ્યું હતું તો બીજી તરફ બાળકો પણ આ પાણીમાં મજામસ્તી કરતા નજરે પડ્યા હતા.ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે.રવિવારની રજાની મજા લોકોએ રસ્તા વરસાદ વચ્ચે માણી હતી.