ભરૂચ: કુલ 9 પૈકી 7 તાલુકામાં વરસાદ, આકાશમાંથી આફત વરસતા ભૂમિપુત્રો ચિંતાતુર

અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.સામાન્યતઃ નવરાત્રી સુધીમાં વરસાદ વિદાય લેતો હોય છે મેઘરાજા જાણે આકાશમાંથી આફત વરસાવી રહ્યા

New Update
rain1

અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.સામાન્યતઃ નવરાત્રી સુધીમાં વરસાદ વિદાય લેતો હોય છે પરંતુ હજુ પણ મેઘરાજા જાણે આકાશમાંથી આફત વરસાવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વીતેલા 24 કલાકમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના નવ પૈકી સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભરૂચમાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 3 મી.મી.આમોદમાં 2 મી.મી.વાગરામાં 17 મી.મી.ભરૂચમાં 6 મી.મી.અંકલેશ્વરમાં 2 મી.મી.હાંસોટમાં 14 મી.મી.અને નેત્રંગમાં 4 મી.મી.વરસાદ નોંધાયો હતો.હજુ પણ આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

Latest Stories