મનુબર ચોકડી નજીક અહમદનગર સોસાયટીમાં વિકાસ કાર્ય
મસ્જિદ ફળિયામાં રૂ. 5 લાખના ખર્ચેRCC રોડનું નિર્માણકાર્ય
સ્થાનિક નગરસેવકોના વરદહસ્તેRCC રોડનું લોકાર્પણ કરાયું
ચોમાસા વેળા સ્થાનિકોએ પડતી તકલીફોનો સુખદ અંત આવ્યો
સ્થાનિકોએ નગરપાલિકા સહિત નગરસેવકોનો આભાર માન્યો
ભરૂચ શહેરની મનુબર ચોકડી નજીક આવેલ અહમદનગર સોસાયટી સ્થિત મસ્જિદ ફળિયામાં નિર્માણ પામેલRCC રોડનું સ્થાનિક નગરસેવકોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરની મનુબર ચોકડી નજીક આવેલ અહમદનગર સોસાયટી સ્થિત મસ્જિદ ફળિયામાં અંદાજે રૂ. 5 લાખના ખર્ચે નિર્માણ પામેલRCC રોડનું વોર્ડ નં. 1ના નગરસેવક સલિમ અમદાવાદી તેમજ હેમેન્દ્ર કોઠીવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવોRCC રોડ બની જવાથી ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો સુખદ અંત આવતા સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકા સહિત સ્થાનિક નગરસેવકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે અહમદનગર સોસાયટીની આગેવાન સિરાજભાઈ, જાકીરભાઈ, વસીમ પટેલ, મૌલવી અબ્દુલ્લાહ સહિત સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહી હતી.