-
સુરક્ષા જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાનું અભિયાન
-
રુંગટા વિદ્યાભવન ખાતે રેડ બ્રિગેડ દ્વારા આયોજન કરાયું
-
વિદ્યાર્થીઓ માટે આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું આયોજન
-
વિદ્યાર્થીઓને સાહસ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન અપાયું
-
વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ
ભરૂચ શહેરની રુંગટા વિદ્યાભવન ખાતે વિદ્યાર્થીઓમાં સુરક્ષા જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવાના અભિયાન અંતર્ગત આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લખનૌની જાણીતી સંસ્થા 'રેડ બ્રિગેડ' અને સંસ્કાર ભારતી ટ્રસ્ટ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે રુંગટા વિદ્યાભવન ખાતે ગત તા. 11 એપ્રિલ-2025ના રોજ આત્મરક્ષણ તાલીમ કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં રેડ બ્રિગેડના સંસ્થાપક અને મહિલા સુરક્ષા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉષા વિશ્વકર્માના કુશળ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આત્મરક્ષણની વિવિધ પદ્ધતિઓ શીખવવામાં આવી હતી.
આ સાથે જ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેમનામાં સ્થિતિ સ્થાપકતા, સાહસ અને પરિવર્તનની પ્રેરણાદાયી વાતો કરી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાનો અને તેમનામાં સલામતી અંગેની જાગૃતિ તથા આત્મવિશ્વાસ વધારવાનો હતો.
આ પ્રસંગે સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રૂંગટા, કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલ, આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા, શશીકાંત પટેલ સહિતના મહાનુભાવોએ રેડ બ્રિગેડની ટીમને આદર અને કૃતજ્ઞતાના પ્રતીકરૂપે સ્મૃતિચિહ્ન અર્પણ કર્યુ હતું.