ભરૂચવાસીઓને ટૂંક સમયમાં મળશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ-યોગા સેન્ટરની ભેટ, 80% કામગીરી પૂર્ણ

ભરૂચ શહેરમાં રૂ. 5 કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને જિમ કમ યોગા સેન્ટરનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ સુવિધા ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લી મુકાશે. 

New Update
  • ભરૂચવાસીઓને મળશે ભેટ

  • સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ભેટ મળશે

  • જિમ કમ યોગા સેન્ટર પણ શરૂ થશે

  • 80 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી

  • પાલિકા પ્રમુખે કામગીરીનું કર્યું નિરીક્ષણ

લાંબા સમયથી ભરૂચમાં રમતગમત માટે સુવિધાયુક્ત જાહેર સ્થળનો અભાવ હતો. યુવાનો, બાળકો અને આરોગ્યપ્રેમી નાગરિકોને યોગ્ય માળખાકીય સુવિધાઓ ન મળતી હોવાથી મુશ્કેલીઓ પડતી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
ભરૂચ પાલિકા વિસ્તારમાં આવેલા જે.બી. મોદી પાર્ક પાસે આ આધુનિક કોમ્પ્લેક્ષનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મંજૂર થયેલા આ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.આજે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, પી.ડબલ્યુ.ડી. ચેરમેન ભાવિન પટેલ અને નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલ દ્વારા બાંધકામ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન બાંધકામની ગુણવત્તા, ટકાઉપણું અને સમયમર્યાદા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ શરૂ થતાં ભરૂચ શહેરના બાળકો, યુવાનો અને વડીલોને એક જ સ્થળે રમતગમત, વ્યાયામ અને યોગાભ્યાસ જેવી સુવિધાઓ મળશે. આનાથી શહેરના આરોગ્ય અને ખેલક્ષેત્રના વિકાસને નવી દિશા મળશે અને નગરજનો માટે આ પ્રોજેક્ટ અત્યંત ઉપયોગી સાબિત થશે.
Latest Stories