New Update
/connect-gujarat/media/media_files/2025/11/14/roads-damaged-2025-11-14-16-52-05.jpg)
ભરૂચ જિલ્લામાં પણ તાજેતરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે ઘણા ખરા માર્ગો બિસ્માર બન્યા હતા. જેને ધ્યાને લઈને ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ દુરસ્તીકરણની તેમજ રીસર્ફેસિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજપારડી નેત્રંગ રોડ પર પેવર પટ્ટાની કામગીરી અને અંકલેશ્વર- નેત્રંગ હાઈવે પર ડામરની કામગીરી કરવામાં આવી હતી. ઝઘડીયા તાલુકામાં રાજપારડીથી નેત્રંગ માર્ગને ૧૦ મીટરથી વધારીને ચાર માર્ગીય સી.સી. રોડ કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર આગામી સમયમાં કામગીરી ચાલુ થવાની છે.
Latest Stories