New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
રોટરી ક્લબ દ્વારા આયોજન કરાયું
રોટરી હોલ ખાતે આયોજન
કેન્સર અવેરનેસ અને ફ્રી ચેકઅપ કેમ્પ યોજાયો
જયાબહેન મોદી કેન્સર સેન્ટરનો સહયોગ સાંપડ્યો
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે કેન્સર અવેરનેસ અને ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ રોટરી કોમ્યુનિટી કોપર્સ અને જયાબહેન મોદી કેન્સર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે કેન્સર અવેરનેસ અને ફ્રી ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરના તબીબોની ટીમે સેવા આપી હતી.
આ કેમ્પમાં સ્તન કેન્સર સ્ક્રિનિંગ, મોઢાના કેન્સરની તપાસ તેમજ સર્વાઈકલ કેન્સર સ્ક્રિનિંગ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટર ચેરમેન ડોક્ટર હર્ષાબેન મોદી, પ્રોજેક્ટ ડાયરેક્ટર બીનાબેન શાહ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories