ભરૂચ: નેત્રંગના મૌઝા ગામે સુપ્રસિદ્ધ હનુમાન મંદિરની દાનપેટીમાંથી રૂ.40 હજારની ચોરી

અજાણ્યા ઇસમો મૌઝા હનુમાનજી દાદાના મંદિરના મુખ્ય દરવાજાનો ઇન્ટર લોક તોડી મંદિરની અંદર પ્રવેશ કરીને મંદિરમાં મુકેલ દાન પેટી મંદિરની બહાર લઇ જઇ તેમાં રહેલ રોકડ લઈ ફરાર થઈ ગયા

New Update
Hanuman Mandir Chori
ભરૂચના નેત્રંગ તાલુકાના મૌઝા ગામે સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન અર્થે જતા હોય છે ત્યારે અજાણ્યા ઇસમો રાત્રીના અંધકારના સમયે મૌઝા હનુમાનજી દાદાના મંદિરના મુખ્ય દરવાજાનો ઇન્ટર લોક તોડી મંદિરની અંદર પ્રવેશ કરીને મંદિરમાં મુકેલ દાન પેટી મંદિરની બહાર લઇ જઇ તેનું દાન પેટીનું લોક તોડીને ભાવિક ભક્તો દ્વારા આપવામાં આવેલ દાનના રોકડ રૂ.૪૦,૦૦૦ અને હનુમાન દાદાની મુર્તિના પગ પાસે એક પ્લાસ્ટીકના બોક્ષમાં મુકેલ નાના-નાના ચાંદિનાં લાડુ નંગ-૪ વજન- ૮ ગ્રામ તથા મુર્તિનાં પાછળનાં ભાગે ચાંદિના જુના છત્ર નંગ-૬ વજન ૬૦ ગ્રામ મળી કુલ વજન- ૬૮ ગ્રામ જેની કુલ કિંમત રૂ.૫૯૦૦ મળી કુલ રૂ.૪૫,૯૦૦ ચોરી કરીને અજાણ્યા ફરાર થઈ જતાં  તેના ઘેરા પ્રત્યાઘાટો પડ્યા હતા.મૌઝા હનુમાન મંદિરના સેવક ભાવેશભાઇ વસાવા પોતાના નિત્યક્રમ મુજબ સવારના સમયે મંદિરે જતાં અજાણ્યા તસ્કરોએ ચોરી કયૉનું માલુમ પડ્યું હતું.બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories