ભરૂચ RTO દ્વારા સ્કૂલ વેન-રીક્ષા ચાલકો માટે નિયમ જાહેર કરાયા, વાંચો કેટલા વિદ્યાર્થી બેસાડી શકાશે

ભરૂચમાં મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઈ જવા – લાવવા માટે ખાનગી માલીકીની ઓટોરિક્ષા વાન વગેરેની સેવા ભાડેથી મેળવતા હોય છે

New Update
bhr rto

ભરૂચમાં મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઈ જવા – લાવવા માટે ખાનગી માલીકીની ઓટોરિક્ષા વાન વગેરેની સેવા ભાડેથી મેળવતા હોય છે. આ પ્રકારના વાહનોમાં બાળકોના પરિવહન દરમિયાન માર્ગ સલામતી જળવાય તે માટે ભરૂચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા  સૂચનો આપવામાં આવ્યા છે

RTO દ્વારા સ્કૂલ વેન-રીક્ષા ચાલકો માટે નિયમ જાહેર

-મોટર વ્હીકલ એક્ટ -૧૯૮૮ પ્રમાણે સ્કૂલ વર્ધીનું વાહન અને તેમાં લઈ જવાનાં વિદ્યાર્થીઓનો માન્ય વીમો,ટેક્ષ,પરમીટ,પીયુસી,ફીટનેશ હોવું જોઈએ.
-દરેક વાહનમાં જરૂરી અગ્નિશામક સાધનો ફરજીયાત રાખવા જોઈએ.
- આવા વાહન ઉપર તેના માલિકનું નામ અને ટેલિફોન નંબર અવશ્ય લખેલા હોવા જોઈએ.
- સ્કુલવાનના બારણાસારી ગુણવત્તાવાળા તાળાઓથા બંધ કરવા જોઈએ. 
-વાનમાં સ્કુલ બેગ સલામત રાખવા માટે જરૂરી જગ્યા રાખવી જોઇએ.
- સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઇએ, વાંકીચૂકી સપાટીવાળું હોવું જોઇએ નહિ. 
-આ પ્રકારના વાહન કલાકમાં ૨૦ કિ.મિ. કરતાં વધુ ઝડપે ચલાવી શકાશે નહિ.
-વાહનમાં બાળકોના દફતર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાશે નહિ.
-વાહન ઉપર આગળની બાજુએ, ડાબી બાજુએ, જમણી બાજુએ તથા પાછળના ભાગમાં પીળા બેકગ્રાઉન્ડ ઉપર લાલ રંગમાં સ્કુલ વાન શબ્દ ચિતરવાના રહેશે.
-ડ્રાઇવરની સીટ ઉપર કોઇપણ બાળકને બેસાડી શકાશે નહિ.
-સ્કુલ વર્ધીના વાહનોમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧ સીટ દીઠ ૨-બાળકો બેસી શકે તેવી કાયદાકીય જોગવાઇ છે. આનાથી વધારે બાળકો બેસાડી બાળકોનું પરિવહન કરવાનું રહેશે નહિ.
-ખાનગી રજીસ્ટ્રેશન (પાસીંગ) ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા અને લઇ જવાએ ગંભીર ગુન્હો છે. જેથી આ પ્રકારના વાહનો સ્કુલ વર્ધી માટે વાપરવા નહિ.
- સ્કુલ વર્ધી વાહનોમાં કોઇપણ મંજુરી લીધા વગર CNG અથવા LPG ગેસ પર વાહન ચલાવવું ગંભીર ગુન્હો છે. જેથી આ પ્રકારના વાહનો સ્કુલ વર્ધી માટે વાપરવા નહિ.
Latest Stories