New Update
ભરૂચના આમોદ નજીક ચેકીંગ હાથ ધરાયુ
આર.ટી.ઓ.વિભાગ દ્વારા ચેકીંગ કરાયુ
ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી
રૂ.90 હજારનો દંડ વસુલાયો
ભરૂચના આમોદ નજીક આર.ટી.ઓ વિભાગ દ્વારા ઓવરલોડ સમાન ભરેલ વાહનોને ઝડપી રૂ.90 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ભરૂચના આમોદ નજીક નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ. વિભાગ દ્વારા ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને મીઠું, રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories