ભરૂચ: આમોદ નજીક RTO વિભાગનું ચેકીંગ, ઓવરલોડ દોડતા વાહનો પાસેથી રૂ.90 હજારનો દંડ વસુલાયો

આમોદ નજીક નેશનલ હાઇવે નં.64 પર  આર.ટી.ઓ. વિભાગ દ્વારા ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી રૂ.90 હજારનો દંડ વસુલાયો

New Update
  • ભરૂચના આમોદ નજીક ચેકીંગ હાથ ધરાયુ

  • આર.ટી.ઓ.વિભાગ દ્વારા ચેકીંગ કરાયુ

  • ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી

  • રૂ.90 હજારનો દંડ વસુલાયો

ભરૂચના આમોદ નજીક આર.ટી.ઓ વિભાગ દ્વારા ઓવરલોડ સમાન ભરેલ વાહનોને ઝડપી રૂ.90 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ભરૂચના આમોદ નજીક નેશનલ હાઇવે નં.64 પર  આર.ટી.ઓ. વિભાગ દ્વારા ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને મીઠું, રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ : કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ અંગે સમિક્ષા બેઠક યોજાઈ

ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરના અધ્યક્ષસ્થાનથી

New Update
WhatsApp Image 2025-08-25

ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમિક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરના અધ્યક્ષસ્થાનથી વિવિધ એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી. 
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની સંખ્યા અને તેનો વિસ્તાર, પ્રાકૃતિક કૃષિ પોર્ટલ આઈ - ખેડૂત પર એન્ટ્રી, જિલ્લામાં મોડલ ફાર્મની પરિસ્થિતિ અને તાલીમ, સોઈલ હેલ્થ કાર્ડની કેસ સ્ટડીથી આવેલા વિવિધ પરિવર્તનો, તેમજ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન અને વેચાણ વગેરે જેવા એજન્ડાઓ અંગે અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા