ભરૂચ: ભાજપના મુખ્ય કાર્યાલયમાં આગ લાગતા દોડધામ, ફાયરફાયટરો આગ પર કાબુ મેળવ્યો

દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હવે શાંત થયો છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા.

New Update

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ જિલ્લા ભાજપના કાર્યાલયમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ગણતરીના સમયમા આગ પર કાબુ મેળવ્યો હતો.

દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હવે શાંત થયો છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા. ભરૂચના કસક વિસ્તારમાં જિલ્લા ભાજપનુ મુખ્ય કાર્યાલય આવેલું છે. આ કાર્યાલયમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેના પગલે ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. બનાવની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવાસદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના આ બનાવમાં કાર્યાલયમાં રહેલ તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.આગનો બનાવ બન્યો ત્યારે કાર્યાલય બંધ હોવાના કારણે કોઈ જાનહાની થઈ ન હતી
#AAG #ભરૂચ #ફાયરફાયટરો #ભાજપનુ મુખ્ય કાર્યાલય
Here are a few more articles:
Read the Next Article