-
લાલબજાર પ્રાથમિક શાળા ખાતે યોજાયો કાર્યક્રમ
-
સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન
-
સંસ્થા દ્વારા અવારનવાર કરાય છે વિવિધ આયોજન
-
35 બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું
-
શાળાના આચાર્યએ ટ્રસ્ટના સભ્યોનો આભાર માન્યો
ભરૂચ શહેરની લાલબજાર પ્રાથમિક શાળા ખાતે સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા બાળકોને સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર જરૂરિયાતમંદોને ઘણી સારી સહાય કરવામાં આવે છે.
આ સાથે જ TB રોગના દર્દીઓને દર મહિને TB સામે રક્ષણ આપતી કીટનું વિતરણ તેમજ ભૂખ્યાઓને ભોજન જમાડવાના કાર્યક્રમો પણ ટ્રસ્ટ દ્વારા થતાં રહેતા હોય છે, ત્યારે ભરૂચ શહેરની લાલબજાર પ્રાથમિક શાળા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળામાં અભ્યાસ કરતાં 35 જેટલાં બાળકોને વિનામુલ્યે સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ગીતા બેનર્જીએ જણાવ્યુ હતું કે, ટ્રસ્ટના તમમાં સભ્યો ખૂબ જ મહેનતથી પોતની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. સંસ્થાના કાર્યો કરવા માટે એક બીજાના માર્ગદર્શન હેઠળ કામ કરી સુંદર રીતે તમામ કાર્યક્રમોને સફળતાના શિખર સુધી પહોચાડવાનો શ્રેય સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાય છે.
આ પ્રસંગે સાથી હાથ બઢાના ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચના પ્રમુખ ગીતા બેનર્જી, ટ્રસ્ટી રિયાઝ પટેલ, જસ્મિતભાઈ અને લાલ બજાર પ્રાથમિક શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ, આંગણવાડી વર્કર ભાવના કોરલવાલા, અરુણાબ સોલંકી સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.