ભરૂચ: આત્મનિર્ભર ભારત અંતર્ગત સખી મીઠાઈ-નમકીન સ્ટોલનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા સખી મંડળની બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉત્સવ નિમિત્તે સખી મિઠાઈ અને સખી નમકીનના સ્ટોલનો શુભારંભ કરવામાં આવ્યો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સખી મીઠાઈ-નમકીન સ્ટોલનું ઉદ્ઘાટન

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયુ

  • આત્મનિર્ભર ભારતના સંકલ્પને કરાશે સાકાર

ભરૂચમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સખી મિઠાઈ અને સખી નમકીનના સ્ટોલનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને સાકાર કરવા માટે, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા સખી મંડળની બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉત્સવ નિમિત્તે સખી મિઠાઈ અને સખી નમકીનના સ્ટોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે આ સ્ટોલનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય  રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ અવસરે સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત સ્ટોલ પર વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ જેમ કે કાજુ કતરી, મોહનથાળ, ડ્રાયફ્રુટ મીઠાઈઓ તેમજ દિવાળીના તહેવારને અનુરૂપ મઠિયા, ચોળાફળી, ચકરી અને અન્ય નમકીન વસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં  ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીગ્નાસા ગોસ્વામી સહિત ટ્રસ્ટની બહેનો ઉપસ્થિત રહી હતી.
Latest Stories