ભરૂચ: 9 પૈકી 5 તાલુકામાં છૂટોછવાયો વરસાદ, આજે ઓરેન્જ એલર્ટ

ભરૂચ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ધીમે ધીમે ફરી એકવાર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નવ પૈકી પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો

વરસાદ
New Update

ભરૂચ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ધીમે ધીમે ફરી એકવાર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નવ પૈકી પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો હતો..દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા હતા.

ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો ભરૂચ 1 મી.મી.ઝઘડિયા 9મી.મી.અંકલેશ્વર 7મી.મી.હાંસોટ 2 મી.મી. અને વાલિયા 9 મી.મી.વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય 4 તાલુકા કોરાકટ રહ્યા હતા. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં રેડ તો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

#ભરૂચ #વરસાદ
Here are a few more articles:
Read the Next Article