ભરૂચ: હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે છૂટોછવાયો વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

New Update
rain આ
ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો ક  હતી. આજે સવારથી પણ ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગના વરસાદના યલો એલર્ટ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો.
ત્યારે ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 7 મી.મી,આમોદ  5  મી.મી.,વાગરા 0 મી.મી.,ભરૂચ 21 મી.મી.,ઝઘડિયા  4 મી.મી.અંકલેશ્વર  20  મી.મી.,હાંસોટ  1 ઇંચ,વાલિયા 13 મી.મી.,નેત્રંગ 0 મી.મી.વરસાદ નોંધાયો હતો. આગામી બે દિવસ હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે છુટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
Latest Stories