New Update
/connect-gujarat/media/media_files/18QAdOgC06sWzLy5jNVT.jpg)
ભરૂચ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ નોંધાયો છે ઉકળાટ અને બફારા વચ્ચે વિવિધ તાલુકાઓમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 4 મી.મી,આમોદ 3 મી.મી.,વાગરા 4 મી.મી.,ભરૂચ 1 મી.મી.,ઝઘડિયા 1 મી.મી.,અંકલેશ્વર 3 મી.મી.,હાંસોટ 1 મી.મી.વાલિયા 16 મી.મી. અને નેત્રંગમાં 5 મી.મી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આવનારા ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે