ભરૂચ: તારીખ 26 જૂનથી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

શિક્ષણના અમૃતપાન વિના એક પણ બાળક વંચિત ન રહે તેવા આશયથી શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણીના ૨૧મા તબક્કાનો પ્રારંભ આગામી તા.૨૬, ૨૭ અને ૨૮મી જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં થનાર છે.

New Update
harsh sanghvi school visit.jpeg

શિક્ષણના અમૃતપાન વિના એક પણ બાળક વંચિત ન રહે તેવા આશયથી શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણીના ૨૧મા તબક્કાનો પ્રારંભ આગામી તા.૨૬, ૨૭ અને ૨૮મી જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં થનાર છે.

જેના આગોતરા આયોજન અર્થે જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં મુખ્યમંત્રી દ્વારા મહાનુભાવો માટે માર્ગદર્શન પુરૂં પાડવા બ્રીફીન્ગ મીટીંગ રાખવામાં આવી હતી.બેઠકમાં કલેકટર તુષાર સુમેરાએ ત્રણ દિવસ દરમિયાન મંત્રી, સેક્રેટરીઓ તથા જિલ્લાના અધિકારીઓને રૂટની ફાળવણી કરવા અને લાઈઝન અધિકારીઓની નિમણુંક કરવા જણાવ્યું હતું. 
આ પ્રવેશોત્સવમાં ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી અને વન, પર્યાવરણ રાજયમંત્રી મુકેશ પટેલ તથા ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના પદાધિકારી-અધિકારીઓ ત્રણ દિવસ જિલ્લાની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવશે.મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની બેઠકનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ભરૂચના ધારાસભ્ય  રમેશ મિસ્ત્રી,કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories