New Update
ભરૂચની આમોદ નગરપાલિકા આવી હતી વિવાદમાં
શાસકો પર કમિશન લેવાના લાગ્યા હતા આક્ષેપ
કોન્ટ્રાકટર દ્વારા આક્ષેપ કરાયા હતા
શાસકો કોન્ટ્રાકટર વચ્ચે સમાધાન
વિવાદ પર ઠંડુ પાણી રેડાયું
ભરતને આમ જ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરે શાસકો પર કરેલા ટકાવારીના આક્ષેપ અંગેના વિવાદ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર અને શાસકો વચ્ચે સમાધાન થતાં મામલો ટોકઓફ ધી ટાઉન બન્યો છે.
ભરૂચની આમોદ નગરપાલિકાના ટકાવારી કૌભાંડનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ પોતાના બાકી 14.20 લાખના બિલ અંગે આત્મવિલોપનની ચીમકી આપીને નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી સામે ટકાવારીના ગંભીર આક્ષેપો કર્યા હતા. મીડિયા સમક્ષ આક્ષેપો થતાં જ આમોદ નગરપાલિકા રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું ત્યાર બાદ કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચે સમાધાન થયુ છે અને બાકી બિલ ચુકવવાની લેખિત બાહેંધરી આપતા વિવાદ ઠંડો પડ્યો છે.
તેમ છતાં ભાજપ શાસિત પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને મુખ્ય અધિકારી સામે થયેલા આક્ષેપો ભાજપ માટે ભારે બદનામીનું કારણ બન્યા છે.કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ સમાધાન બાદ જણાવ્યું કે હવે તેમની તમામ માંગણીઓ સંતોષાઈ ગઈ છે અને તેઓ કોઈ વિવાદ આગળ વધારશે નહીં. નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે પાલિકા તરફથી કોઈ ટકાવારી માંગવામાં આવી નથી. પુરાવા વગર કોઈ કાર્યવાહી કે માનહાનીનો દાવો શક્ય નથી.
Latest Stories