New Update
-
ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
-
સેતુ સેવા ભારતી ટ્રસ્ટ પર ગેરરીતિનો આરોપ
-
સ્ફૂર્તિ કલસ્ટરમાં ગેરરીતી આચરાય હોવાના આક્ષેપ
-
ભંડોળ પર પ્રતિબંધ મુકવા માંગ
-
કલેકટરને રજુઆત કરવામાં આવી
સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા દ્વારા સ્ફૂર્તિ કલસ્ટરમાં ગેરરીતી થઈ રહી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં નવા પ્રોજેકટ CBDC - GMK & RTI ગાંધીનગરના ભંડોળ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે
વડોદરાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લાભાર્થીઓએ આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા જે ભરૂચ જીલ્લામાં ટ્રસ્ટ એક્ટમાં નોંધાયેલ સંસ્થા છે.આ સંસ્થા દ્વારા ભારત સરકાર સંચાલિત સ્ફૂર્તિ ક્લસ્ટર યોજનાનો લાભ લેવામાં આવ્યો છે. આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે જેમાં સરકાર 90% સુધીની ગ્રાન્ટ આપે છે.
આ ગ્રાન્ટ સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં આવે છે..સેતુ સેવા ભારતી ટ્રસ્ટએ અહીંના 500 સ્થાનિક કારીગરોને રોજગાર આપવા માટે અત્યાર સુધીમાં કુલ રૂ.2.68 કરોડની ગ્રાન્ટનો લાભ લીધો છે.
આ સંસ્થામાં જે હેતુથી ગ્રાન્ટ લેવામાં આવી હતી તેના માટે ઉપયોગ થયો ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટરના ગાઈડલાઈન્સ પ્રમાણે તેનો ઉપયોગ કર્યો નથી અને તમામ ભંડોળના વહીવટમાં ગેરરીતી આચરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી છે.
Latest Stories