ભરૂચ: શ્રી પરશુરામ સંગઠને 11માં વર્ષમાં પ્રવેશ કર્યો, ગૌપૂજન તેમજ ઓદુમ્બરવૃક્ષની પૂજા કરાય

ભરૂચના શ્રી પરશુરામ સંગઠનની શ્રાવણમાસના પ્રારંભે દસમુ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશ  નિમિતે ગૌ પૂજા તેમજ ઓદુમ્બરવૃક્ષની પૂજા કરવામાં આવી હતી.

New Update

ભરૂચના શ્રી પરશુરામ સંગઠનની શ્રાવણમાસના પ્રારંભે દસમુ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં પ્રવેશ  નિમિતે ગૌ પૂજા તેમજ ઓદુમ્બરવૃક્ષની પૂજા કરવામાં આવી હતી.

શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન નવ વર્ષની પૂર્ણતાએ દસમાં વર્ષમાં શ્રી પરશુરામ સંગઠનના નવા નામ, અને નવા પ્રતીક સાથે કાર્યરત છે.બિનરાજકીય વિચારધારા, સામાજિક કાર્યો થકી આગવી ઓળખ ઉભી કરનાર શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે 10 મુ વર્ષ પૂર્ણ કરી 11 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, શ્રી પરશુરામ સંગઠનના 11 મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત આજરોજ  ભરૂચ પાંજરાપોળ ખાતે "ગૌપૂજા અને ઔદુમ્બરવૃક્ષ" ની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ,બ્રહ્મસમાજ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લા,મહિલા શહેર એકમના હેમાબેન શુક્લ,શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવલ,ચેરમેન શૈલેષભાઈ દવે,ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા  વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
#Bharuch #Gujarat #CGNews #Shree Parasuram Sangthan
Here are a few more articles:
Read the Next Article