ભરૂચ: સમસ્ત વાલ્મિકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદાનું નિધન, ભક્તોમાં ઘેરા શોકની લાગણી

ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદાનું તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ ટૂંકી માંદગી બાદ નિધન થયું છે.

New Update
215436
ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજના ધર્મગુરુ શ્રી ભાસ્કર દાદાનું તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ ટૂંકી માંદગી બાદ નિધન થયું છે.
આલી વાલ્મિકી વાસ ખાતે રહેતા સ્વ.શ્રી.ભાસ્કર દાદાએ 80 વર્ષની ઉંમરે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દેહ છોડ્યો હતો.
સ્વ.ભાસ્કરદાદાએ વર્ષોથી પોતાનું જીવન ભાથીજી મહારાજના ચરણોમાં અર્પણ કરી લોક સેવાના કાર્યોમાં સદાય જોતરાયેલા રહેતા હતા.
ભક્તો દ્વારા દાદાની પાલખી શણગારી ફટાકડા ફોડી વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી અને ત્યાર બાદ તેમના નિવાસસ્થાનની બાજુમાં તેમને સમાધિ આપવામાં આવી હતી. 
Bharuch | Gujarat | Connect Gujarat News
Latest Stories