New Update
/connect-gujarat/media/media_files/2025/10/04/rudra-patel-2025-10-04-17-57-28.jpg)
સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાએ નીકળેલા મધ્ય પ્રદેશના નવયુવાન રૂદ્રા પટેલ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. રૂદ્રા પટેલે આ ઔપચારિક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે 9 ઓગસ્ટ 2024ના રોજ મધ્ય પ્રદેશના કટની જિલ્લાથી સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાની શરૂઆત કરી 11 રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે રોજનું 70 થી 80 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે.
જે કુલ 22,000 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી આજની યુવા પેઢીને કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ દ્વારા સ્વાસ્થ્યની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહે તેવા સંદેશ સમાજમાં ફેલાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ ભારતના નિર્માણ માટે કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો.
આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરી રૂદ્રા પટેલને સ્કેટિંગ યાત્રા દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા સહી સલામતી અને સુરક્ષા પૂર્વક પૂર્ણ થાય એવી શુભેચ્છા પાઠવી હતી.
Latest Stories