ભરૂચ: નેત્રંગ તાલુકામાં અત્યાર  સુધી ચાંદીપુરા વાયરસના 3 કેસ, ખરેઠા ગામે મોતને ભેટેલા બાળકનો રિપોર્ટ નેગેટિવ

ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૩ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

New Update
bhrrrtr

ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૩ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જેમાં ઘાણીખૂટ ગામના ર(બે) દર્દીઓ હતા. જેમા પહેલા દર્દીની ઉંમર ચાર (૪) વર્ષની હતી જે GMERS ગોત્રી વડોદરા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જે દર્દીનો સેમ્પલ નેગેટીવ આવ્યો હતો. (૨) બીજા દર્દીની ઉંમર (૧.૫) વર્ષની હતી જે GMERS રાજપીપલા ખાતે દાખલ હતું, આ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે અને હાલ દર્દીની સ્થિતી સ્વસ્થ છે. તેમજ આ દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત, ખરેઠા ગામમાથી ૧ (એક) ૩ વર્ષના દર્દીનું સેમ્પલ લેવામાં આવેલ હતું. આ  દર્દીને તા.૨૩/૦૭/૨૦૨૪ના રોજ GMERS ગૌત્રી વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યું હતુ જેની ૩ દિવસની સારવાર બાદ તા. ૨૧/૦૭/૨૦૨૪ના રોજ દર્દીનુ મૃત્યુ થયેલ હતુ પરંતુ  આ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો  છે.
Latest Stories