ભરૂચ: SOGએ MD ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની કરી ધરપકડ, રૂ.1.68 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

New Update
thmb-Recovered-Recovered

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

જે અંતર્ગત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચના કરમાડ ગામનો તોસીફ પટેલ મોપેડ  નં. GJ-16-EC-2595 પર શાકમાર્કેટ સીફા ત્રણ રસ્તાથી મનુબર ચોકડી તરફ કોઇ નશાકારક શંકાસ્પદ માદક પદાર્થ લઇ આવનાર છે.
જે બાતમી આધારે વોચમાં રહી રેઇડ કરતા આરોપી તોસીફ ઇકબાલ પટેલ પાસેથી 8.33 ગ્રામ MD ડ્રગસનો જથ્થો મળી આવ્યો હતો.આ જથ્થો તે અંકલેશ્વરમાં કસાઈવાડમાં રહેતા તોસીફ અલ્તાફ કુરેશી પાસે લાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી એમ.ડી.ડ્રગસ સહિત રૂ.1.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Latest Stories